મોરબી જીલ્લામા આવેલ માળીયા મિયાણા તાલુકા અનુ જાતી ખેત સમુદાય મંડળીમા મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાખી તાલુકા બહારના લોકોના નામ દાખલ કરી ગેરકાયદેસર જમીન ફાળવવામા આવેલ હતી
જે બાબતે છેલ્લા 3 થી 4 વર્ષથી મંડળીના સભ્યો લડત ચલાવી રહયા હતા છેલ્લા 26 દિવસથી મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા જેમા મોરબી જીલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ ડો મનિષા ચંદ્રા દ્વારા મોરબી જિલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર, મામલતદાર અને દલીત સમાજના આગેવાનો રાજેશભાઇ ચૌહાણ, મુળજીભાઈ અને કિશોરભાઇની હાજરીમા શાંતી થી સાંભળવામા આવ્યા અને જવાબદારો સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુનં દાખલ કરી યોગ્ય કારયવાહી કરવાની ડો મનિષા ચંદ્રા દ્વારા ખાતરી આપવામા આવતા કલેકટરના હસ્તે પારણા કરવામા આવ્યા સાથે સાથે મોરબી જીલ્લા અનુ જાતી સમાજના વિવિધ પ્રશ્નો બાબતે પણપ્રભારી સચિવ ડો મનિષા ચંદ્રા સાથે ચર્ચા કરી હકારા્તમક ઉકેલ લાવી અનુ જાતી સમાજના પ્રશ્નનો ઉકેલવાની ખાતરી આપી