મોરબી : 22 દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ કરાવી આપતા જીલ્લા વિકાસ અધિકારી

એકસાથે 22 દિવ્યાંગ બાળકો નાં ઓડીયોગ્રામ રિપોર્ટ રાજકોટ અને જામનગર મેડીકલ કોલેજ ખાતે થી કરાવી આપતા જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા

જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ. ડી. જાડેજા નાં માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે મોરબી જીલ્લા નાં દિવ્યાંગ બાળકો ને દીવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટે તારીખ : ૧૫/૦૧/૨૦૨૪ અને ૧૬/૦૧/૨૦૨૪ નાં રોજ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ની સેવા સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબી જીલ્લા નાં કુલ – ૩૦ સાંભળવામાં તકલીફ હોય તેવા દિવ્યાંગ બાળકો નાં દિવ્યાંગતા પ્રમાણપત્ર UDID કાર્ડ આપવા માટે ઓડીયોગ્રામ રિપોર્ટ કરાવવાનું આવશ્યક જણાયેલ.

જેના અનુસંધાને તારીખ : ૨૩/૦૧/૨૦૨૪ નાં રોજ રાજકોટ અને જામનગર મેડીકલ કોલેજ ખાતે કુલ 2 ટીમ અને 2 બસ નાં રૂટ બનાવીને મોકલવામાં આવેલ. આ બંને રૂટ માં દિવ્યાંગ બાળકો નાં માતા પિતા પણ સાથે બેસીને રાજકોટ અને જામનગર ખાતે જઈ શકે તે માટે બસ તેમજ જમવાની અને નાસ્તા ની પણ વ્યવસ્થા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ. આ પ્રયત્નો થકી કુલ – ૨૨ દિવ્યાંગ બાળકો નાં ઓડીયોગ્રામ રિપોર્ટ સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા.