ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ દ્વારા કુમારિકાઓ માટે સ્વાસ્થ સંબંધી સંવાદ કાર્યક્રમનું આયોજન શ્રી જુનાલીલાપર પ્રા શાળા ખાતે કરવામાં આવેલ.
જેમાં કુમારિકાઓને સમતોલ આહાર અને પોષ્ટિક આહારનું મહત્વ,હિમોગ્લોબીન ની ઉણપથી સ્વાસ્થય પર થતી અસરો અને તેના ઉપાયો, સ્વચ્છતા અને વ્યાયામ નું મહત્વ તથા આરોગ્ય સંબંધી માર્ગદર્શન ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા દ્વારા આપવામાં આવેલ.
શાળા ના આચાર્ય રમણિકલાલ મસોત અને શિક્ષક સ્ટાફગણ દ્વારા બાળકો નો ઉત્સાહ વધારેલ.આભાર વિધિ અને કાર્યક્રમ નું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમ બાદ બાળકોને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.