ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ સમારોહમાં રાત દિવસ આરોગ્ય ની સેવાઓ આપતા આરોગ્ય કર્મચારીઓ

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ની 200 મી જન્મજયંતિ સમારોહમાં તારીખ 10-02-2024 થી 13-02-2024 ની સવાર સુધી રાત દિવસ આરોગ્ય ની સેવાઓ આપતા આરોગ્ય કર્મચારીઓ

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ની 200 મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમમાં તારીખ 10-02-2024 થી 12-02-2024 સુધી દેશના વિવિધ રાજ્યોમાથી તેમજ દેશ વિદેશ માથી પણ અનેક લોકો તેમજ અનેક મહાનુભવો ટંકારા ખાતે પધારેલ હતા તે તમામ લોકોને આરોગ્ય સેવાઓ સારી રીતે મળી રહે તે માટે આરોગ્ય અધિકારી કર્મચારીઑ દ્વારા આયોજન અને વ્યવસ્થા કરેલ હતી

સેવાઓ જેવી કે મેડિકલ સારવાર ની સેવાઓ આરોગ્ય ની વિવિધ યોજનાઓ કાર્યક્રમ નો પ્રચાર માટે પ્રદર્શન ગોઠવવામાં આવેલ તેમજ કાર્યક્રમ ના સ્થળે આભા PMJAY કાર્ડ નો સ્ટોલ રાખવામા આવેલ હતા આમ આરોગ્ય લગત વિવિધ સેવાઓ આપવામાં આવેલ હતી

આ સેવાઓ માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે દવે દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ આ કાર્યક્રમ દરમ્યાન ADHO ડૉ. ડી.બી મહેતા, RCHO ડૉ.સંજય શાહ, EMO ડૉ. ડી.વી બાવરવા, QAMO ડૉ.હાર્દિક રંગપરિયા, DMO ડૉ.વિપુલ કારોલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ સાવડી નેસડા (ખા) લજાઈ ના અધિકારી કર્મચારીઓએ સેવા આપેલ હતી તેમજ પ્રચાર પ્રસાર ની કામગીરી ઇન્ચાર્જ DIECO ડી.એન સંઘાણી દ્વારા કરવામાં આવેલ હતી

આ કાર્યક્રમ દરમ્યાન કુલ 1530 લોકો ને આરોગ્ય ની વિવિધ સેવાઓ આપવામાં આવેલ હતી આ આરોગ્ય સેવાઓ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી બાવરવા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે તથા તાલુકા હેલ્થ વીઝીટર ભાવનાબેન પટેલ દ્વારા સારી વ્યવસ્થા પૂરી પાડેલ હતી