મોરબી શ્રી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા PSI એચ.વી. સોમૈયાનું અભિવાદન કરાયું

તાજેતર માં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્ય માં વિવિધ સરકારી વિભાગો માં બદલી નો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા માં રઘુવંશી સમાજ ના PSI એચ.વી. સોમૈયા ની નિયુક્તિ કરવા માં આવી છે. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થા ના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજ ના ગૌરવ સમા PSI એચ.વી.સોમૈયાનું અભિવાદન કરવા માં આવ્યુ હતુ.

આ તકે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી.રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓ દ્વારા પી.એસ.આઈ. એચ.વી.સોમૈયા નું પૂ.જલારામ બાપા નાં સાનિધ્ય માં અભિવાદન કરવામાં આવ્યુ હતુ તેમ શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદી માં જણાવ્યુ છે.