મોરબી ના શ્રી રામધન આશ્રમ ખાતે પ.પૂ.રતનેશ્વરી દેવીજી ના વ્યાસાસને શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરવા માં આવ્યુ છે, જેમાં બહોળી સંખ્યા માં ધર્મપ્રેમી જનતાએ કથાશ્રવણ નો લાભ લઈ રહ્યા છે
ત્યારે શ્રી રામકથા દરમિયાન મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ વિંધાણી,સંજયભાઈ હિરાણી, અમીતભાઈ પોપટ, પોલાભાઈ પટેલ તેમજ શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, રશ્મિબેન કોટક, ગાયત્રીબેન પંડિત,વંદનાબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન માનસેતા, રીનાબેન ચૌહાણ સહીતનાઓનું અવિરત માનવસેવા પ્રદાન કરવા બદલ શ્રી રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી તથા પ.પૂ.રતનેશ્વરી દેવીજી દ્વારા સન્માનિત કરવા માં આવ્યા હતા. શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ના અગ્રણીઓએ ઉપસ્થિત સંતો-મહંતો ને શાલ ઓઢાળી તેમના વંદન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.