તા.૨૫/૦૨/૨૨૦૪ના રોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંકશન “ઉડાન”ની રાધે પાર્ટી પ્લોટ ખાતે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.
આ ફંકશનમાં બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ પ્રોફેસર, બેસ્ટ એજ્યુકેશન, છેલ્લા ચાર વર્ષના ૭ ગોલ્ડમેડાલીસ્ટ સ્ટુડન્ટ્સ તેમજ NCC નેશનલ કેમ્પ કરેલા કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફંકશનની શોભા વધારતા વિવિધ થીમ જેવી કે મહાભારત, યોગા, હોરર, બોલીવુડ, ગરબા, દિકરીનો કરીયાવરમાં સ્ટુડન્ટ્સએ જાનદાર પર્ફોર્મન્સ થી ફંકશનને ચારચાંદ લગાવી દીધા હતા. પ્રોગામની પુર્ણાહુતી રાષ્ટ્રીય ગીત દ્વારા ભારતમાતાને વંદન કરીને કરાઈ હતી.
એન્યુઅલ ફંકશનમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, જીલેશભાઈ કાલરીયા મોરબી જિલ્લા કિશાન સંઘના પ્રમુખશ્રી, ઉપરાંત નિર્મલ સ્કુલના ટ્રસ્ટી નિલેશભાઈ કુંડારીયા, ઓમ વિદ્યાલયના ટ્રસ્ટી યોગેશભાઈ ધેંટીયા, રાંદલ વિદ્યાલયના ટ્રસ્ટી મનોજભાઈ ઓગાણજા, નવયુગના પાર્ટનરશ્રીઓ, નવયુગના વિવિધ વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફગણએ હાજરી આપીને ફંકશનની શોભા વધારી હતી.
સમગ્ર ફંકશનને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ, વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફગણએ જહેમત ઉઠાવીને સફળ બનાવ્યું હતું.