દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમા સમૂહલગ્ન યોજાયા

માતાઓ દીકરીઓ ને શિખામણ આપો તમારા સાસુ સસરા ની સેવા એજ મોટો કરીયાવર છે, યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નું સન્માન તલવાર આપી કરાયું

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમા રજવાડી સમૂહલગ્ન નું આયોજન મોરબી સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે સાંઈબાગ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રિવેણી સંગમ સમાં ત્રણ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા સમૂહલગ્ન માં દીકરીઓ ને કરીયાવર માં સોના ચાંદી ના દાગીના થી લઈ જીવનજરૂરિયાત ની ૮૫ જેટલી ચીજવસ્તુઓ ભેટ આપી હતી આ સમૂહલગ્ન માં ગોસ્વામી સમાજ ના સંતો મહંતો મોરબી રાજકોટ ભગવા ગ્રુપ ના આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો ને અમરેલીના દશનામ દર્શીત ના તંત્રી અતુલપુરી મનસુખપરી ને પત્રકાર એસો મોરબી પ્રમુખ તેમજ ગોસ્વામી સમાજ ના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીને તલવારો ભેટ આપી સન્માન સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવો એ યુવક મંડળ ના સમૂહલગ્નના સફળ આયોજન ને બિરદાવી ને અભિનંદન પાઠવી યુવક મંડળ ની ટીમનુ સન્માન કર્યું હતું આ પ્રસંગે દશનામ દર્શીત ના તંત્રી

અતુલપુરી એ જણાવ્યું હતું કે સમાજ માં શિક્ષણ નું બહુ જ જરૂર છે બાળકો ને ભણાવો માતાઓ દીકરીઓ ને શિખામણ આપો કે તમારા સાસુ સસરા ની સેવા કરો સાસુ સસરા ની સેવા એજ મોટો કરીયાવર છે દીકરીઓ આંતરજ્ઞાતિ માં લગ્ન ન કરો સમાજ માં જ લગ્ન કરો આપણી સંસ્કારો ને સંસ્કૃતિ સતાધર્મ બચાવો આજે યુટ્યુબ સોશિયલ મીડિયા ના માધ્યમ વડે સનાતન ધર્મ ને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે આ સમૂહલગ્ન ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપ પ્રમુખ બળદેવગીરી દેવપરી મંત્રી નિતેષગીરી મનહરગીરી,ખજાનચી દેવેન્દ્રગીરી સહિત એડવોકેટ હાર્દિકગીરી પ્રકાશગીરી સહિત ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આ સમૂહલગ્ન માં મોરબી પાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,મુકેશગીરી હીરાગીરી ટંકારા ભરતગીરી ચંદુગીરી ઉદય જવેલરી મોરબી સોમગીરી પ્રભાતગીરી રાજકોટ હસુબાપુ ભગવાગ્રુપ રાજકોટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા