તા.28/02/24 ને બુધવારના રોજ નવયુગ વિદ્યાલય ખાતે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિન” નિમિતે બાળક સ્વાનુભવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે એ હેતુથી ધોરણ – 6 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 110 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને તેનું ભવિષ્ય પ્રદર્શન યોજેલ હતું. જેમા ટેકનોલોજીગત, સૌરમંડળ દર્શન, પ્રાકૃતિક ઊર્જા , આંકડાજ્ઞાન, સેન્સર ટેકનોલોજી જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ સાયન્સ ફેર સવારના 9.00 થી 4.30 વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેનો લાભ વિધાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજયુેશનના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ વિજ્ઞાન મેળાને પ્રદર્શન માટે ખુલ્લો મૂક્યો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તેની સાથે સાથે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી મોતા તથા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટે પણ મુલાકાત લઈ ને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.