નવયુગ કોલેજની વિવિધ બ્રાંચના ગર્લ્સ સ્ટુડન્ટ માટે “ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કર્યું હતું.
નક્ષત્ર હોસ્પિટલના ડોકટર્સની ટીમ ઉપસ્થિત રહીને સ્ત્રીઓના વર્તમાન સમયના હેલ્થના પ્રશ્નોનું વિડિયોના માધ્યમથી સરસ રીતે છણાવટ કરી હતી. ડૉકટરની ટીમમાં ડૉ.મહેન્દ્ર ફેફર, ડૉ.માધવ સંતોકી, ડૉ.માધવી પટેલ, ડૉ.વૈશાલી વડનગરા, ડૉ.બ્રિન્દા ફેફર હાજર રહ્યા હતા. અંતમાં સ્ટુડન્ટ્સએ પ્રશ્ન-જવાબના માધ્યમથી વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી.
સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.