20 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 શખ્સોની કરી ધરપકડ
મોરબી જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ ચોરીનો પર્દાફાશ SMCએ કર્યો હતો ત્યારબાદ હળવદ પોલીસ પણ હરકતમાં આવી છે અને જેને લઇ સુખપરથી શક્તિનગર ગામ તરફ જવાના રસ્તે કનૈયા હોટલ પાસે ડીઝલ ચોરીનો પર્દાફાસ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે બે ટ્રક,મોટરસાયકલ સહિત હોટેલ માલિક સહિત 6 આરોપીઓની ધરપકડ કરીને કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસને બાતમી મળી હતી કે સુખપર ગામથી શક્તિનગર ગામ તરફ જતા હાઇવે રોડ પર કનૈયા હોટલ પાસે ડીઝલ ચોરી થાય છે અને જે અનુસંધાને હળવદ પોલીસ દ્વારા દરોડો પાડીને કનૈયા હોટેલના માલિક સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે દરોડા દરમિયાન 115 લીટર ડિઝલ (કિમત 10580) ટ્રેલર નં GJ 12- BW – 2620 (10 લાખ) અને GJ -12 – BW-2421 (10લાખ) મોટરસાયકલ GJ 13 -KK- 3097 (20 હજાર) 6 મોબાઈલ સહિત 20,46,420નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે પકડાયેલા આરોપીઓમા (1) જયેશ બાબુલાલ સિંધવ રહે ચોત્રાફળી .હળવદ, (2) કિશન મગનભાઈ જાદવ રહે. કનૈયા હોટલ .સુખપર, (3)સરવનસિહ ગીસાસિહ રાવત. રહે રાજસ્થાન, (4) કિશનસિહ બાબુસિહ રાવત રહે.રાજસ્થાન, (5)બલવીરસિહ માગુસિહ રાવત રહે.રાજસ્થાન,(6) મદનસિહ મોહનસિહ રાવત રહે, રાજસ્થાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.