મોરબી ઈ-મેમો ન ભરનાર વાહન ચાલકો માટે બે દિવસ નજીકના પોલીસ મથકમાં ઈ મેમો ભરી શકાશે

મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને મોરબી જિલ્લા પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા અલગ અલગ સીસીટીવી કેમેરા થકી ફોટો લઇ ઈ મેમો થકી દંડ ફટકારવામાં આવે છે પોલીસ દ્વારા ઈ મેમો ફટકારવા છતાં કેટલાય વાહન ચાલકો દંડ ભરતા નથી અને વાહન ચાલકો દંડ સમયસર ન ભરનાર વાહન ચાલકો ને કોર્ટ તરફથી નોટીસ મોકલવામાં આવતી હોય છે

આ ઉપરાંત વાહન ચાલકોને ફોન થકી મેમો ભરવા સુચના આપવામાં આવે છે ત્યારે હવે મોરબી જિલ્લા કોર્ટ ખાતે આગામી 9 તારીખે લોક અદાલતમાં ઈ મેમો ભરવા કોર્ટ સુધી જવાની ફરજ પડશે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વાહન માલિકને ત્યાં કોર્ટ સુધી જવું ન પડે તે માટે વહેલી તકે ઈ મેમો શહેરના અલગ અલગ સ્થળ જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેલા ટ્રાફિક બ્રાંચ ઓફીસ, મોરબી એ ડીવીઝન પોલીસ મથકના શનાળા પોલીસ ચોકી ખાતે બી ડીવીઝન પોલીસ ચોકી વાંકાનેર પોલીસ ચોકી, હળવદ પોલીસ ચોકી ખાતે ભરવા અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત જે વાહન માલિક ઓનલાઈન ઈ મેમો ભરવા માંગતા હોય તેમને “viswas ” એપ્લીકેશન મદદથી https://echallanpayment.gujarat.gov.in પર મેમો ભરી શકશે તેથી મોરબી જિલ્લામાં જે પણ વાહન માલિકોના ઈ મેમો બાકી હોય તેમને બે દિવસમાં ભરપાઈ કરવા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર કે એમ છાસિયાએ અપીલ કરી છે