રાજસ્થાનથી મોરબી પહોંચ્યા બાદ માનસિક અસ્થિર યુવાન છેલ્લા ૧૫ દિવસથી ગુમ, પત્તો આપવા વિનંતી

રાજસ્થાનથી કોઈ વાહનમાં મોરબી આવી ગયા બાદ અહીંથી રાજસ્થાનનો માનસિક અસ્થિર યુવાન ગુમ થઈ ગયો હોય અને તેના પિતા તેને શોધવા માટે છેક રાજસ્થાનથી મોરબી આવ્યા હતા.જોકે હાલ તેઓના પુત્રની કોઈ ભાળ મળતી ન હોય વ્યથીત હૃદય તેઓએ પોતાના પુત્રની જો કોઈને જાણ હોય તો પતો આપવા માટે વિનંતી કરેલ છે.

આ બાબતે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના સાંચોર જિલ્લાની અંદર આવેલા લીયાદરા ગામના વતની હર્ષદરામ ઉર્ફે હરચંદજી ચૌધરી જાતે કણબી પટેલનો ૧૭ વર્ષનો માનસિક અસ્થિર પુત્ર દિનેશ કે જે છેલ્લા એકાદ મહિનાથી રાજસ્થાનથી ગુમ થઈ ગયો છે અને તે અહીં મોરબી હોય અને મોરબી ખાતે પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનથી તેઓને ફોન આવ્યો હતો.જેથી તેઓ રાજસ્થાનથી પોતાના પુત્રને લેવા માટે મોરબી આવ્યા હતા જોકે તે દરમિયાન તેમનો દીકરો પોલીસ સ્ટેશન ખાતેથી ક્યાંક અન્યત્ર ચાલ્યો ગયો હોય અને તા.૧૮ ફેબ્રુઆરીથી મોરબી ખાતેથી તેમનો પુત્ર દિનેશ હર્ષદરામ ઉર્ફે હરચંદજી ચૌધરી કણબી પટેલ નામનો યુવાન કે જે માનસિક અસ્થિર છે તે ગુમ થઈ ગયો છે .જે બાબતે તેઓ રાજસ્થાનથી તેને શોધવા માટે મોરબી આવેલા છે.પરંતુ હાલ અહીં તે યુવાનનો કોઈ પતો લાગ્યો ન હોય તેઓએ લોકો પાસે અપીલ કરી છે કે બાજુમાં દેખાતા આ ફોટા વાળા યુવાનને કોઈ ઓળખતું હોય કે ક્યાંય જોવા મળે તો તેઓના મોબાઈલ નંબર ૮૨૯૦૨ ૯૯૮૬૧ ઉપર જાણ કરવા માટે તેઓએ વિનંતી કરી છે અને પુત્ર છેલ્લા એક મહિનાથી ગુમ હોય તેઓના આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા અને તેઓએ જો આ ફોટા વાળો વાળો યુવાન ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પતો આપવા માટે સૌને વિનંતી કરી છે.