શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન અલ્પેશભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશભાઈ સરડવા, તૌસિફભાઈ બાવરા, સવિતાબેન કોટવાલ, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરશિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળામાં કમ્પ્યુટર લેબ શરૂ થતાં બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળામાં કમ્પ્યુટર લેબ શરૂ થતાં હવે બાળકોને નિયમિત કમ્પ્યુટર શીખવા મળશે.