ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના નવા વર્ષના હોદેદારોની વરણી કરાઈ

મોરબી: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની મોરબી શાખાના વર્ષ 2024/25 ની ચુંટણી તારીખ 15 માર્ચ ગુરુવાર ના રોજ મહેશ હોટેલ મોરબી ખાતે પૂર્ણ થયેલ હતું. સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરીમાં સર્વ સમંતિથી નવી ટીમને જવાબદારી સોપવામાં આવી હતી અને હોદેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ તરીકે ડો. જયેશ પનારા, સચિવ તરીકે હિંમતભાઈ મારવાણીયા અને કોષાધ્યક્ષ તરીકે ચિરાગભાઈ હોથીને જવાબદારી સોપવામાં આવી છે.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા યોજાયેલ સાધારણ સભામાં રીજીયન સેક્રેટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, રીજીયન સેક્રેટરી સંપર્ક વિભાગના જેઠસુરભાઈ ગુજરિયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંગઠન મંત્રી કરશનભાઈ મેહતા તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત NGSC ના સહ સંયોજક ધ્રુમિલ ભાઈ આડેસરા તથા આનંદનગર શાખા રાજકોટ ના અધ્યક્ષ રમેશભાઈ દત્તા અને આ કાર્યક્રમનું સંચાલન મોરબી શાખાના સંગઠન મંત્રી તથા સોરાષ્ટ્ર કચ્છના ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસયોજક દિલીપભાઈ પરમારએ કર્યુ હતું તથા મોરબી શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.