RTE એકટ-૨૦૦૯ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧)ક હેઠળ કરવામાં આવી છે. જે અંતર્ગત બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્ય ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેથી મોરબી જિલ્લાની તમામ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં વિના મુલ્યે ૨૫% પ્રવેશ માટે તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત https://rte.orpgujarat.com વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે. વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીમાં દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરી શકશે. પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ (PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે.ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
સરકારના ઠરાવ મુજબ કુલ ૧૩ કેટેગરી અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણ ની જરુરીયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળ મજુર/સ્થળાંતરીત મજુરના બાળકો (૫)મંદબુધ્ધી /સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ, એન્ટિ- રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો, જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. (ક્રમાંક-૯ કેટેગરી માટે રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં ઓછામાં ઓછા ૨ વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલું હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર, ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો, અનુસુચિત જાતિ (SC)અને અનુસુચિત જન જાતિ (ST) કેટેગરીના બાળકો તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત /વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશ માં પ્રથમ અગ્રતા આપવામાં આવશે. તેમજ જનરલ કેટેગરી/બિન અનામત વર્ગના બાળકો મુજબ પ્રવેશ આપવામાં આવશે.
જેમાં ઘરથી ૧ કિ.મી ત્યારબાદ 3 કિ.મી.અને ત્યારબાદ ૬ કિ.મી અંતરને પણ ધ્યાને લેવામાં આવશે.વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારના વાલી માટે રૂ ૧૫૦૦૦૦/-તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦/-ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.કોઈપણ વાલી હેલ્પલાઈન નંબર પરથી જરૂરી માહિતી મેળવી શકશે.વધુ વિગતો માટે https://rte.orpgujarat.com વેબસાઈટની મુલાકાત લેવા અથવા હેલ્પલાઈન નંબર (મોરબી જિલ્લો): (૦૨૮૨૨) ૨૯૯૧૦૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.