લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મોરબી જિલ્લામાં આવતા અને છાપકામ અંગેની કામગીરી કરતા તમામ મુદ્રકો માટે ચોપાનીયા, ભીંતપત્રો, પત્રિકાઓ, પોસ્ટરો વિગેરેનું મુદ્રણ અને પ્રકાશન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) થી નિયંત્રિત કરવા માટે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામા અનુસાર કોઇ૫ણ વ્યકિત જેના ૫ર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ન હોય એવી કોઇ૫ણ ૫ત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિઘ્ઘ કરી શકશે નહિ અથવા છપાવી કે પ્રસિઘ્ઘ કરાવી શકશે નહી.
કોઇ ૫ણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંત ૫ત્રો છાપી શકશે નહી કે છપાવી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે (ક) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય એવી બે વ્યકિતઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો તેણે મુદ્રકને આપી હોય અને (ખ) લખાણ છપાયા ૫છી મુદ્રકે યોગ્ય સમયની અંદર લખાણની એક નકલ સાથે એકરાર ૫ત્રની એક નકલ મુખ્ય ચૂંટણી અઘિકારી અથવા જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હોય.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ –૧૨૭(ક)ની ઉકત પેટા કલમ – (૧) તથા (ર) ની કોઈ૫ણ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યકિત ૬(છ) માસ સુઘીની કેદ તથા બે હજાર રૂપિયા સુઘીના દંડની અથવા બંને શિક્ષાને પાત્ર થશે.