આંબાવાડી CRC ખાતે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાના તાલીમ વર્ગની DDO એ મુલાકાત લીધી

આંબાવાડી સી.આર.સી ખાતે દરેક શાળાના પ્રથમ અને દ્વિતીય નંબર આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાની પૂર્વ તૈયારી માટે દર રવિવારે તાલીમ વર્ગ ચલાવવામાં આવતા હોય તે તાલીમ વર્ગનું સંચાલન સીઆરસી કોર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા દ્વારા તથા વર્ગનું શૈક્ષણિક કાર્ય સી.આર.સી. ની સમાવિષ્ટ શાળાઓના વિષય નિષ્ણાંત અને સુનંદા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે

આ તાલીમ વર્ગમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચરએ આંબાવાડી વર્ગની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડેલ તેમજ હાજર સ્વયંસેવક શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો ઉત્તમ દેખાવ કરે તે માટેના પ્રયત્નો અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપેલ.