મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એકમાત્ર સ્થળ સખી વન સ્ટોપ સેન્ટર મોરબી
ભારત સરકાર મહિલાની સુરક્ષા અને સલામતી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. તેનું જ્વલત ઉદાહરણ મોરબી જિલ્લા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર એ પૂરું પાડ્યું છે. આ સેન્ટર મોરબી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદીની દેખરેખ અને માર્ગદર્શન અનુસાર મહિલાઓના કલ્યાણકાર્ય કરવા તત્પર છે.
તાજેતરમાં મોરબીમાં પતિ-પત્ની વચ્ચે પારિવારિક સમસ્યા દૂર કરી મિલન કરાવ્યું હતું. જેમાં પતિ, પત્ની, નણંદ સાસુના ઝઘડામાં પત્નીને ઘરની બહાર કાઢી મુકેલ અરજદારના લગ્નને બે વર્ષ થયેલ જેમાં બે માસ જ સસરાના ઘરમાં રહેલ અને 22 માસથી ઘરની બહાર કાઢી મુકેલ અરજદારની અરજમાં જાણવા મળ્યું કે, તેમના પતિ કોઈ સંજોગોમાં અરજદારને રાખવા તૈયાર નથી તેવા સંજોગોમાં અરજદારના પતિ તેમજ તેમના ઘરના સભ્યોની માથાકૂટ પૂર્વ સમસ્યાની ચર્ચા કર્યા બાદ અરજદારને કાયદાકીય માર્ગદર્શન તેમજ લાંબા ગાળાનું કાઉન્સિલિંગ કરેલ તેમજ પિયર પક્ષ, સાસરી પક્ષ બંને પરિવારના સભ્યની જોઈન્ટ મીટીંગ કર્યા બાદ પારિવારિક સમસ્યાનો સુખદ સમાધાન થયેલ હોય આ સુખદ સમાધાનથી રાજી ખુશી અરજદાર પરિવાર દ્વારા આ સમગ્ર સમસ્યાના નિરાકરણ માટે મોરબી મહિલાને બાળ વિકાસ કચેરી તેમજ સખી વન સ્ટોપ સેન્ટર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.