મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા રંગોત્સવ યોજાયો

મોરબી શહેર માં તારીખ ૧૭/૩/૨૪ ના દિવસે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળી ના તહેવારના આગમન માટે સરસ રંગોત્સવ, ગાયનઅને નૃત્ય સાથે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બધાએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. ક્રિષ્ન રાધા સાથે ફૂલો ની હોળી રમવામાં આવી હતી. તે સિવાય સેલ્ફી કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેલ્ફી કોર્નર માં બધાયે પોતાના ફોટા લયી આ પળો ને યાદગાર બનાવી લીધી હતી છેલ્લે ઇનામ વિતરણ સાથે આ કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.

આવા કાર્યો દ્વારા મુસ્કાન પરિવાર બધાને એક સાથે રહી તહેવાર ઉજ્જવવા અને હલી મળીને રહેવા નો સંદેશ આપે છે.