વાંકાનેર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કન્વેયર બેલ્ટ મા હાથ આવી જતા શ્રમિકનું કમકમાટી ભર્યુ મોત

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : સિરામિક ફેકટરીમાં અવારનવાર શ્રમિકોના મોતની ઘટના ઘટે છે જેમાં મશીનરીમા આવી જવાથી , કન્વેયર બેલ્ટમા આવી જવાથી તેમજ લોડર હડફેટે આવી જવાથી છાસવારે કમકમાટી ભર્યા મોત નિપજે છે. ત્યારે વધુ એક વખત શ્રમિક સિરામિક ફેકટરીમાં મોતને ભેટ્યો છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના લુણસર રોડ પર આવેલી બ્લીઝાર્ડ સિરામિકમાં કારખાનામા આવેલ કન્વેયર બેલ્ટમાં અકસ્માતે શ્રમિકનું કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતું

વાંકાનેર લુણસર રોડ પર આવેલ બ્લીઝાર્ડ સિરામિકમા રહેતા ઉમેશભાઈ પંચુરામભાઈ આહીરવાલ ગત તા. ૧૫ ના અકસ્માતે વજનકાંટાના કન્વેલ બેલ્ટમાં અકસ્માતે પોતાનો ડાબો હાથ આવી જતા ખંભાના ભાગેથી સાંધામાંથી જુદો થઇ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સિરામિક ફેકટરીમાં એકાંતરા કહી શકાય તેમ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં નિર્દોષ શ્રમિકોનાં મોત થતા હોય છે. જેમાં માત્ર અકસ્માતે મોત નિપજ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ફેકટરી એક્ટ અંતર્ગત નીતિ નિયમોનું પાલન કરાવવામાં આવે અને જે કામ જોખમી હોય તેવી કામગીરી અનુભવી કામદારને સોંપવામાં આવે તેમજ જે જ્યા કન્વેયર બેલ્ટ, મશીનરી કાર્યરત હોય તેવી જગ્યાને પ્રતિબંધિત જાહેર કરી આવા વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવે તો શક્ય છે કે અકસ્માતો સર્જાતા અટકાવી શકાય.