વાંકાનેર : સૂચનો તમારા સંકલ્પ અમારો કલમ ઉપાડો અને વિકસિત ભારત માટે તમારા સૂચનો મોકલો

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) :  વિકસિત ભારત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાંથી ઘરે ઘરે ફરી કાર્યકર્તાઓ દ્વારા પ્રજાજનો પાસેથી સૂચનો એકત્ર કરવામાં આવી રહ્યા છે જેને અનુસંધાને વાંકાનેર શહેરમાં રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ દ્વારા શહેરના લોકો પાસેથી ઘરે ઘરે જઈને તેમજ અલગ અલગ સ્થાનો પર જઇ સૂચનો લેવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર યુવા મોરચાનાં પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા , મહામંત્રી નિતેશ ભાઈ પાટડિયા તથા મંત્રી નીલમબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.