મોરબીમાં વિનામુલ્યે સારવાર આપતી આયુર્વેદિક કેન્સર હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ

મોરબીમાં વિનામૂલ્યે સારવાર આપતી કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ આદેશ આશ્રમ, જડેશ્વર મંદિરની પાછળ, વાંકાનેર-લજાઈ રોડ પર બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં તમામ આયુર્વેદિક સારવાર, દવા, રહેવા-જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ હોસ્પિટલનો શુભારંભ આજરોજ સંતો-મહંતોના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરીયાએ પાટીદાર નવરાત્રીના નફાનો 50% હિસ્સો આયુર્વેદિક હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દર્દીઓ આ આયુર્વેદિક હોસ્પિટલના હેલ્પલાઇન નંબર. 93275 53668 પર સંપર્ક કરી શકશે તેમ નિલેશભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું