કાંતિકારી વિચારોથી પ્રભાવિત પણ હમેશે બીજા એટલે અજાણ્યાના પણ ભલામાં આપણું ભલું જેવું વર્ષોથી ઉત્તર દાયીતવ નિભાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને જલ અને દૂધથી સ્વચ્છ કરી ફુલહાર કરીને ભાવાજંલી અર્પણ કરી
મોરબી :મોરબીમાં વર્ષોથી કાંતિકારી વિચારોથી પ્રભાવિત થઈ પણ શહેરથી માંડીને દેશના હિતમાં ક્યારેય પણ અહિત કરનાર કોઈપણ વ્યક્તિ સામે એકદમ સંયમ પૂર્વક વર્તીને માત્ર નાના માં નાના વ્યક્તિના મનમાંથી જ્ઞાતિવાદ, પરિવારવાદ, ધર્મવાદ અને જડ ભરત જેવા કુરિવાજો અને પાંખડોથી દરેક વ્યક્તિને દૂર રાખી અને આ પ્રત્યેક વ્યક્તિના મન અને હ્ર્દયમાં માત્ર ઇન્ડિયન જેવી જ બારોમાસ આજીવન દેશ ભક્તિ રહે એ માટે સમાજ અને દેશ ઉપયોગી કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દેશની આઝાદી માટે ફના થઈ જનાર અને ઘર સંસારથી પ્ણ વધુ ભારતમાતાને ગુલામીની ઝંઝીરોથી મુક્ત કરવા ફાંસીના માંચડે ચડી જનાર ભારતમાતાના ઝાબાઝ વીર સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ કુરબાની આજના દિવસે સમગ્ર રાષ્ટ્ સાથે તેમનો ચરણોમાં કોટી કોટી નમન કર્યા હતા.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમારું આ ગ્રુપ વર્ષોથી દેશના વીર સપૂત શહીદ ભગતસિંહ જેવી વિચારસરણી છે. જો કે શહીદ ભગતસિંહનો ક્યારેય હિંસા કરવાનો કે કોઈને જરાય હાનિ પહોંચાડવાનો હેતુ હતો જ નહી. આટલી નાની વયે તેમણે દેશની છાતી લોહી લુહાણ કરી નાખનાર અંગ્રેજી હુકુમત સામે જંગે ચડયા અને તેમના સાથોએ સાથે વિદેશી સરકારની ધરપકડ સ્વીકારી અને કોર્ટમાં પણ રાડો પાડી પાડીને ઇનકલાબ ઝીંદબાદ અને આઝાદીના નારા લગાવ્યા હતા. તેમણે જે કર્યું એ કાયદાની દ્રષ્ટિએ ગુનાને લાયક હોય પણ હકીકતમાં કોઈનો જીવ જાય એવો પ્રચડ દારૂ ગોળો જ ન હતો. તેઓએ માત્ર જરાય પણ કોઈને તકલીફ ન પહોંચે એવા બૉમ્બ સાથે પત્રિકા વહેતી કરીને દેશના લોકોને આઝાદી આપણો હક્ક હોય એને મેળવીને જપીશું એવો લોકોને જાગૃત કરવાનો મેસજ આપ્યો હતો. જેનાથી આખી અંગ્રેજી હુકુમત ડગમગી ગઈ છે. આ તો સામાન્ય વિરોધ પ્રદશન હોય એમાં ગંભીર ગુન્હા ન લાગે છતાં પણ અંગ્રેજી હુકુમતે પોતાની સરકારનર હચમચાવી નાખે એવા કોઈ વિરોધીઓને છોડવા માંગતા ન હોય રાતોરાત શહીદ ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવને ફાંસી આપી દીધી હતી. એટલે આ ગ્રુપ માત્ર લોકોને કોઈ જ્ઞાતિના ચોકડામાં કે, ગામડા, શહેર, મહાનગર, રાજ્યના આધારે ઓળખાઈને નહિ પણ માત્ર સારે જહાસે અચ્છા હિન્દુસ્તાન હમારા જેવી 24 કલાક રાષ્ટ્ભક્તિ જળવાય રહે એ દિશામાં જ કામ કરી છીએ
વધુમાં દેવેનભાઈએ કહ્યું હતું કે, હવે જમાનો બદલાયો છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ ક્ષેત્રમાં જાણ્યે અજાણ્યે નાની મોટી ભૂલ કરે અને પાછળથી એને જો ખરા દિલથી જીવન સુધારવું હોય તો તેને યોગ્ય તક અને પ્લેટફોર્મ આપો નહિ કે, વારંવાર ટોણા મારીને એની માનસિક શક્તિ કુંઠિત કરી નાખો, આપણે ભલે શહીદ ભગતસિંહ કે દેશના સીમાડા જાનના જોખમે સાચવીને બેઠેલા ભારતમાતાના વીર જવાનો જેવી દેશભક્તિ કદાચ ન પણ દર્શાવી શકી હોય પણ બંધારણ અને નૈતિક મૂલ્યો તેમજ પ્રમાણિકતા અને ક્યારેય પણ ખોટું સહન ન કરવું અને દરેક વ્યક્તિ જે જે પોસ્ટ ઉપર હોય જેમ કે, પટાવાળાથી મોટા ઓફિસર એટલે દરેક બ્રાન્ચમાં ડે કલેક્ટર, ડે, ડીડીઓ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ એનાથી પણ ઉપરી અધિકારીઓ અને ખાસ તો દરેક નેતા જો હજુ પણ વચનથી જ કામ ચલાવશે તો આવનારી નવી પેઢી એને કોઈ કાળે માફ મહીં કરે, કારણ કે એ પેઢી ગૂગલબાબાની છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ હમેશા બધાય ધર્મોના આદર કરી માત્ર માનવતા જ શ્રેષ્ઠ ધર્મ બની જાય તેવા અનેકવિધ કાર્યો કરીએ છે. એક તો જાણે ગ્રુપના કોઈપણના જન્મદિવસની ઉજવણી હોય તો અભાવોથી વંચિત અને ભૂખ્યા તરસ્યા રહેતા બાળકો સહિતના લોકોને સ્વાદિષ્ટ મિજબાની, દિવાળી, હોળી, જન્માષ્ટમી તેમજ ઈદ નાતાલ સહિતના દરેક તહેવારોની ઝૂંપટપટ્ટીન્સ બાળકો સાહિના લોકો સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમના વૃદ્ધો તેમજ વિકાસ વિધાલયની બાળકીઓ તેમજ બાળકોને પણ વારે તહેવારોમાં સરપ્રાઈઝ ગિફ્ટ તેમજ આ બધાની સાથે મેળાઓમાં જાતભાતના મનોરંજનના સાધનોનો આનંદ આપવો તેમજ નવરાત્રીમાં રાસ ગરબે ઘુમવાની તક આપી તેમને હેમખેમ પરત પહોંચાડે છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શહિદ દિન નિમિત્તે યુવાનોને અંગોનું ડોનેટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં આજે પણ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ સહિતના તેમના સહયોગીઓ દરેક કોલેજોમાં યુવાનોને અંગ ડોનેટ કરવા સમજાવી પણ હળવાશથી નહિ ગંભીરતાથી ન કરે નારાયણ કે કોઈ અકાળે મૃત્યુ પામે તો એ દિવ્ય દેહના પાંચ જેટલા અંગોથી પાંચને નવી જિંદગી મળી શકે છે. ખાસ કરીને લીવર અને કિડનીના ઘણા દર્દીઓ હોય જો વધુને વધુ કિડની દાન થાય તો ઘણી માનવ જિંદગી બચી જાય છે.
આ પ્રકારનું માર્ગદર્શન આપતા 50થી વધુ વિધાર્થીઓએ અંગદાનનક સંકલ્પ લીધા હતા. સાથે જ દરેક પ્રકારનું વ્યસન શરીર માટે હાનિકારક હોય એટલે વ્યસન મુક્તિની વાત કરતા 100 જેટલા યુવાનોએ ત્યાં જ વ્યસન છોડી દીધું હતું. દરેક શહીદ દિન મુજબ આજે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને જલ અને દૂધથી સ્વચ્છ સાથે પવિત્ર કરી ફુલહાર કરીને ભાવાજંલી અર્પણ કરી હતી. તેમજ જીવન તેમજ દેશ હિતના દરેક મોરચે જરાય પણ નિરાશ થઈ રહ્યા વગર પ્રચડ આત્મવિશ્વાસથી એ પડકારોનો મુકાબલો કરીને બધાના હિતમાં જ સ્તકાર્ય જેવું યોગ્ય પરિણામ આવે એવી એમની પાસેથી પ્રેરણા મેળવી હતી.