મોરબી: હોળીની ઉજવણી આસુરી શક્તિ ઉપર વિજયની ખુશાલીરૂપે રંગોથી રંગાઇ જઇ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં આ તહેવારે લોકો રંગબેરંગી પીચકારીઓ, ધાણી અને ખજુરની ખરીદી કરતા હોય છે પરંતુ મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગઇકાલે હોળી પર્વ નિમિતે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો દ્વારા મોરબીના રવાપર-ઘુનડા રોડ પર તથા કામધેનુ પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકોને ખજૂર, ધાણી, ડાળીયા સહિતના 250થી વધુ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવ્યા હતા. અણધારી હોળી ઉત્સવની સામગ્રી મેળવીને બાળકો સહિત લોકો ખુશ થયા હતા અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યોને આશીર્વાદ પણ આપ્યા હતા.