ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મધ્યમ વર્ગની બહેનોની રોજીરોટી માટે કુબેરનાથ રોડ, લુહાર શેરીના નાકે, ગ્રીનચોકની બાજુમાં આ સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે
જેના સંચાલિકા જાગૃતિબેન પરમાર દ્વારા કટીંગ અને સીવણ શીખવવામાં આવશે આપાંચમાં સીવણ કેન્દ્ર નું ઉદઘાટન સમિતિના ચેરમેન દેવકર્ણભાઈ આદ્રોજા, સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા તેમજ મોરબી સીટી ના સેક્રેટરી લા. ત્રિભોવભાઈ સી ફૂલતરિયા અને બાલુભાઈ કડીવાર હાજર રહ્યાં હતા
દરેક બહેનો સીવણ શીખીને પગભર બની કુટુંબ અને સમાજ ને ઉપયોગી થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેમ સભ્ય ટી. સી. ફૂલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે