મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમ સહ સ્નેહમિલન

કાર્યક્રમનું આયોજન તારીખ ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ છે. તાલીમમાં ૬૦ થી ૭૦ વ્યક્તિઓનો સમાવેશ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તો ગૌશાળા ધરાવતા કે ગૌશાળા કરવા ઇચ્છુક વ્યક્તિઓ રજીસ્ટ્રેશન માટે વહેલી તકે મને ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર પર વોટસએપ કરે. પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આવકાર્ય છે.

સમય સવારે ૯.૩૦ થી ૧.૦૦ રહેશે. ભોજન વ્યવસ્થા રાખેલ છે. તાલીમમાં ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિશુલ્ક તાલીમ રાખેલ છે. હાલ ૩૦ જેટલા નામ ફાઈનલ થઇ ગયેલ છે. તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત શ્રી દામજીભગત, ભરત પરસાણા, પ્રાણજીવન કાલરિયા, જિલેશ કાલરિયા, ડૉ. મનુભાઇ કૈલા વગેરે ગૌપ્રેમીઓ માર્ગદર્શન આપશે.

રજિસ્ટ્રેશન થયા બાદ વોટસએપ વડે ગેલેક્સી ફાર્મનું લોકેશન આપવામાં આવશે. – પ્રાણજીવન કાલરિયા