લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તરફથી દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો સેવા એજ પરમોધર્મ સૂત્રને સાર્થક કરતો એક સેવાકીય પ્રોજેકટ કરવામાં આવ્યો જેમાં ડાયભાઈ નામની વ્યક્તિને આ ટ્રાયસિકલ હસમુખભાઈ બી. પાડલીયા દાતા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ટી. સી. ફુલતરિયા, પાસ્ટ પ્રમુખ લા. ભીખાભાઈ લોરિયા, લા. મહાદેવભાઈ ચિખલિયા, લા. પી. એ. કાલરીયા તેમજ સતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના હસ્તે ફૂલહાર પહેરાવીને અર્પણ કરવામાં આવી

આ સેવાકીય પ્રવૃત્તિ ના પ્રેરક માર્ગદર્શક સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા હતા આવા અનેક સેવાકિય પ્રોજેક્ટમાં તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે દિવ્યાંગ ડાયાભાઈ આ સાયકલથી સમાજ સાથે હરીફરી શકે અને સમાજ સાથે રહી શકે તેવી ભાવના આ સાથે વ્યકત કરવામાં આવી તેમ સેક્રેટરી લા. ટી. સી. ફૂલતરિયાની યાદીમાં જણાવેલ છે