મોરબી નગરપાલીકાના વર્ક શોપની મુલાકાતે આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, કાર્યકારી મહામંત્રી ભાવીન પટેલ, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ, જીલ્લા ઉપપ્રમુખ ઇક્બાલભાઈ તથા આમ આદમી પાર્ટીના સાથી યુવા કાર્યકર્તાઓ સાથે મળી જતા જોવા મળેલ કે, મોરબી નગરપાલીકાનુ વર્કશોપ નહી પણ, 1) ખાલી દારૂઓ ની બોટલ સાચવતુ એક સ્થળ છે, 2) મોરબી નગરપાલીકાના વાહનો સળી રહ્યા છે, 3) છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલીકા દ્વારા ભંગાર ની હરાજી કરી વેચવામા આવેલ નથી., 4) મોરબી નગરપાલીકાનુ વર્કશોપ કચરા તથા મણસોની મુતરડીનુ એક સ્થળ છે.
ઉપરોકત મુદાઓ જોયા પછી એક સવાલ થાય છે કે, 1) શુ મોરબી નગરપાલીકા તેમના ગ્રાઉન્ડ ની પણ યોગ્ય જાણવની કરી શકતૂ નથી તો તે મોરબી શહેરની જાળવણી કરવામા અસમર્થ છે એમ કહી શકાય તથા 2) શુ મોરબી નગરપાલીકા મહાનગરપાલીકામા રૂપાંતર થયા પછી પણ આવી જ દશા રહેશે આનો જવાબ હવે તો ભવિષ્ય જ બતાવશે.