સંસ્કૃત ભારતી દ્વારા મોરબી જિલ્લાનું ત્રીજું સંમેલન યોજાયું

સંસ્કૃત ભારતી મોરબી જનપદ દ્વારા આયોજિત જનપદ સંસ્કૃત સંમેલન તારીખ 31.3.2024 રવિવારના રોજ યોજાયું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાણદેવજી મહારાજ (સરસ્વતી નિકેતન આશ્રમ), પ્રો. (ડો) લલિતકુમાર પટેલ (સહપ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો. કનુભાઈ કરકર (વિદ્યા ભારતી), ડો. જયન્તીભાઈ ભાડેશિયા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), વિઠ્ઠલભાઈ (સંસ્કૃત ભારતી ટ્રસ્ટી ), ડો.પ્રણવભાઈ રાજ્યગુરુ (સહ પ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કાંતિભાઈ કાથડ (રાજકોટ વિભાગ સંયોજક), સુનિલભાઈ પરમાર (મોરબી શિશુ મંદિર નિયામક), મયુરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી પ્રાંત ગણ સદસ્ય) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યત્વે ત્રણ ચરણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.

ચરણ 1. : સંસ્કૃત વસ્તુ પ્રદર્શની અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાહિત્ય પ્રદર્શનની., ચરણ 2.:
સંસ્કૃત ચિંતન ગોષ્ઠી, ચરણ 3.: સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ.

ચરણ 1 માં સંસ્કૃત વસ્તુ પ્રદર્શનનું ઉદ્ઘાટન સત્ર.
જેમાં 500થી વધુ રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુઓ સંસ્કૃતમાં નામ સાથે રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્પોકન સંસ્કૃતના પ્રયાસ રૂપે સ્થળ પર જ સંસ્કૃતના 10 પાઠય બિંદુ શીખવવામાં આવતા હતા.તેમજ વિશેષ આકર્ષણ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાહિત્યની પ્રદર્શની યોજવામાં આવેલી હતી.
આ પ્રદર્શની નું ઉદ્ઘાટન ઉપસ્થિત મુખ્ય અતિથિશ્રી ડો. લલીતભાઈ પટેલ મહોદય, ડો. કનુભાઈ કરકર મહોદય , પ્રાંતગણ સહમંત્રીશ્રી ડૉ.પ્રણવભાઈ રાજ્યગુરુ, પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ વાગડિયા , રાજકોટ વિભાગ સંયોજક ડૉ.કાંતિભાઈ કાથડ તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિરના નિયામકશ્રી સુનિલભાઈ પરમાર ના હસ્તે કરવામાં આવ્યું હતું.

ચરણ 2. સંસ્કૃત વિશે ચિંતન ગોષ્ઠિ.
મુખ્ય વક્તા ડોક્ટર લલીતભાઈ પટેલ તેમજ ડોક્ટર કનુભાઈ કરકર દ્વારા ચિંતન ગોષ્ઠિમાં આવેલા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો ,સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્ર સંયોજકો,સંસ્કૃતિ શિક્ષકો તેમજ સંસ્કૃત અનુરાગીઓને સંસ્કૃત શા માટે? સંસ્કૃત શીખવું ખરેખર સરળ છે? સંસ્કૃતનું મહત્વ શું છે ?આ વિષય પર ચિંતન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચરણ 3. સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ.
વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા, સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્રો દ્વારા, સંસ્કૃત કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં સંસ્કૃત નાટક ,સંસ્કૃત ગરબા ,સંસ્કૃત સંવાદ ,સંસ્કૃત ભરતનાટ્યમ, શ્લોક અંતાક્ષરી, અભિનયગીત, સંસ્કૃત ગીત વગેરે કૃતિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવી હતી.

સમગ્ર રીતે સંસ્કૃત ભાષા ના પ્રચાર, પ્રસાર, સંવર્ધન અને વિસ્તાર માટે જે જનપદ સંમેલન યોજાયું હતું. તેનો હેતુ સિદ્ધ થયો હતો. સમગ્ર મોરબી જનપદમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું.

સમગ્ર કાર્યક્રમના અંતે મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને જનપદ સહસંયોજક હિરેનભાઈ રાવલ દ્વારા તમામ મહાનુભાવો,અતિથિઓ શૈક્ષણિક સંસ્થાઓ, સંસ્કૃત શિક્ષકો, અભિભાવુકો તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.