વિશાલ જયસ્વાલ : થોડા સમય પહેલાં હળવદ શહેરમાં GIDC વિસ્તારમાં આવેલ ઝૂંપડું બળીને ખાખ થઈ ગયેલ હતું જેમાં પરિવારની ઘર વખરી તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગયેલી હતી તમામે તમામ વસ્તુઓ બડીને ખાખ થઈ ગયેલી હતી ત્યારે આ વાતની જાણ ગ્રુપને થતા ગ્રુપના સભ્યો તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેની સત્ય ઘટના જાણી ખરેખર યોગ્ય છે કે કેમ તે વસ્તુ તપાસ ગ્રુપ દ્વારા કરવામાં આવી ત્યારે ગ્રુપ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ પરિવારને આપણે એક સારું એવું મકાન બનાવી દઈએ જેથી કરીને આ પરિવારને ક્યારેય તકલીફ ના પડે આ પરિવારમાં પાંચ દીકરીઓ અને એક દીકરો ટોટલ 8 સભ્યોનું પરિવાર હતું જ્યારે દીકરીઓને ખાસ ધ્યાનમાં રાખતા દીકરી નાની-નાની દીકરીઓ છે તેને ધ્યાનમાં રાખતા આ પરિવારને ગ્રુપ દ્વારા એક સારું એવું મકાન બનાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
ત્યારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લીધા બાદ દાતાઓનો સંપર્ક કરવા માંડ્યા હતા ગ્રુપના સભ્યો ત્યારે દાતાઓએ પણ ખૂબ જ જ અનુદાન ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે અનુદાન આપ્યું હતું અને તેમના અનુદાન થકી જે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા આ મકાન બનાવી આપ્યુ અને ત્યારે દાતાઓના સહયોગથી આ મકાન બનાવવામાં આવ્યું છે આ ગ્રુપ હળવદ કાયમી ધોરણે દાતાઓના સહયોગથી કોઈપણ નાના મોટા કાર્યો કરતા રહે છે અને કરતા રહેવાના છે વધુમાં હળવદ શહેરમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદ શહેરમાં 6 મકાન બનાવી દેવામાં આવ્યા છે આની પહેલા પણ 5 અલગ અલગ મકાન બનાવી દીધેલ છે જે નિરાધાર કે જેઓ આગળ પાછળ કોઈ સહારો ન હોય તેવા વ્યક્તિને 5 અલગ અલગ વિસ્તારમાં હળવદ શહેરમાં મકાન બનાવી આપેલ છે