શ્રી હરિપર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

“પળમાં મિલન તો પળમાં જુદાઈ છે,
વસમી લાગે છે આજની વિદાય,
કાલે ભેગા હતા અને આજે જુદાઈ છે”

શ્રી હરિપર પ્રાથમિક શાળા, તાલુકો- માળિયા (મીં) જીલ્લો- મોરબી શાળામાં SMC અધ્યક્ષ બોરીચા ગોતીબેન એમ. ના અધ્યક્ષ સ્થાને ધોરણ-8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

જેમાં શાળાના તમામ ગુરુગણ તથા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્ય વાઘેલા કમલેશભાઈ કે. તથા શાળાના શિક્ષકો એ આજના દિન પ્રસંગે બાળકોને ભાવભરી વિદાય આપી હતી અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા. સાથે સાથે બાળકોને ડોમ્સની કીટ અને વિદાયમાન પત્ર આપવામાં આવેલ.

શાળાના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પાઉંભાજીનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે નાના નાના ભૂલકાઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.