વાંકાનેર અજરામર એક્ટિવ ઍસોર્ટ (AAA) ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીના પરબો શરૂ કરાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે
ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા. અને પૂ. શ્રી ચેતનમુનિજી મ.સા.ની પ્રેરણાથી અજરામર એક્ટિવ ઍસોર્ટ (AAA) વાંકાનેર ગ્રૂપ દ્વારા તા. ૦૫/૦૪/૨૦૨૪ થી ઠંડા પાણીની ત્રણ પરબો શરૂ કરવામાં આવી છે.

આ પરબો પર ૧૦૮ દિવસ સુધી નિઃશુલ્ક પાણીનું વિતરણ કરવામાં આવશે. અજરામર એક્ટિવ ઍસોર્ટ (AAA) વાંકાનેર ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક (મફત) પાણીની પરબો (૧) અજય ટ્રેડર્સ, દાણાપીઠ ચોક પાસે – વાંકાનેર (૨) આદ્યશક્તિ ટેલિકોમ, અંકૂર પ્રા.શાળાની બાજુમાં જીનપરા મેઈન રોડ – વાંકાનેર (૩) અમિત ટ્રેડર્સ, અપાસરા શેરીની બાજુમાં મેઈન બજાર રોડ,વાંકાનેર ખાતે શરૂ કરવામાં આવી છે.