આગામી ૧૪મી એપ્રિલ ૨૦૨૪(રવિવાર) ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૩મી જન્મજયંતિના ઉપલક્ષે મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવા માં આવેલ છે જેનો રુટ રેલ્વે સ્ટેશન રોડ થી ત્રિકોણબાગ ત્યાંથી નેહરું ગેટ થઈ ને બાબા સાહેબ ની પ્રતિમા (મોરબી નગર પાલિકા) સુધી નો રહેશે
તો આ પ્રસંગે મહામાનવ એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી ને પુષ્પાંજલિ અર્પણ કરવા તેમજ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજ, જિલ્લાના તમામ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલોને આહવાન કરે છે