મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

મોરબીમાં વસતા સિંધી સમાજના ભાઈઓ-બહેનો દ્વારા આજે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવની હર્ષોલ્લાસ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ નિમિતે મોરબીના સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ધ્વજા રોહણ, બપોરે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

જે શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પર નીકળી હતી હતી. જેમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે ભાઈઓ-બહેનો ઝુમી ઉઠ્યા હતા.