પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન યોજાશે 

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંત મેરજાએ આપબળે ડૉક્ટરની ડિગ્રી મેળવેલી. ઈન્ટરશીપ દરમિયાન કાર અકસ્માતમાં ૨૩ વર્ષની ભર યુવાનીમાં તા. ૧૯ એપ્રિલ ૨૦૦૮ ના રોજ તેઓ પરલોક સીધાવી ગયા. ડૉ. પ્રશાંતે તેમના પરિવાર સમક્ષ એવો વિચાર મૂકેલો કે પોતે મેડિકલ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે.
કમનશીબે તેમનુ અણધાર્યું અવસાન થતાં તેમનો વિચાર અમર રાખવા ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગરીબ દર્દીઓ માટે સેવાઓના જુદા –જુદા પ્રકલ્પો રાખવામા આવે છે. આગામી તા. ૧૪ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ દરમિયાન ક્રિષ્ના હોલ,કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી પાસે, મોરબી ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મફત નિદાન, સારવાર અને દવાની સુવિધા સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.
ફીઝીશીયન ડૉક્ટર ભાવિન ગામીના નેજા હેઠળ ડૉ. હિતેષ કણઝારીયા (જનરલ ફીઝીશીયન, અમૃતમ હોસ્પિટલ), ડૉ. અક્ષય જાકાસણીયા (બાળ રોગ નિષ્ણાંત, ક્રિષ્ના હોસ્પિટલ), ડૉ. યોગેશ પેથાપરા (ઓર્થોપેડિક સર્જન, મારુતિ હોસ્પિટલ) ડૉ. કિશન બોપલિયા (દાંતના રોગના નિષ્ણાંત) ડૉ. ભાવેશ શેરસીયા (ચામડીના રોગના નિષ્ણાંત, ડિવાઇન હોસ્પિટલ), ડૉ. મેહુલ પનારા (આખના સર્જન, વિઝન હોસ્પિટલ), ડૉ. તૃપ્તિ સાવરીયા (કાન, નાક, ગાળાના રોગના નિષણાંત, મારુતિ હોસ્પિટલ) આ કેમ્પમાં ફ્રી સેવા આપશે. તો આ કેમ્પનો બહોળા પ્રમાણમાં ગરીબ દર્દીઓએ લાભ લેવા સન્ની મેરજ તેમજ ડૉ. ભાવિન ગામીએ અનુરોધ કર્યો છે.