મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
(જનક રાજા દ્વારા) મોરબી : શ્રી જીદિલા મામાદેવ ગ્રુપ દ્વારા તા. ૧૩ ને શનિવારના રોજ ભકતીનગર-૧ નાનીવાવડી ગામે શ્રી જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે જેમાં તા.૧૩ ને શનિવાર સવારે શુભ મુહૂર્તમાં મામાદેવનું મહાપૂજન, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ :૩૦ કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે જે મહોત્સવમાં કલમના ભુવાશ્રી ઉપેન્દ્રસિંહ પરમાર, (જીદિલા મામાદેવ) શ્રી કાળભૈરવ દાદાના ભુવાશ્રી હકાભાઇ બજાણીયા, કમલેશભાઈ પરમાર (ચામુંડા માતાજી), ભગીરથભાઈ ગઢવી (મેલડી માતાજી ), બાબુભાઈ સુરણી (મેલડી માતાજી ) ,તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે.
રાવળદેવ શ્રી મુકેશભાઈ (સાયલા વાળા ) તથા સાથી ગ્રુપ હાજર રહસે. સાથે સંતો -મહંતો ઉપસ્થિતિ રહેશે તો ઉપરોક્ત ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી જીદિલા મામાસાહેબ ગ્રુપ નાનીવાવડી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.