મોરબી મહાસંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરને મળી જાગરણ પર્વ બાબતે જાણકારી આપી, લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે સ્ટીકર અને પત્રિકાઓનું વિતરણ કરાશે
લોકશાહી એટલે લોકોનું,લોકો માટે,લોકો દ્વારા ચાલતું શાસન લોકશાહીમાં લોકોને મતદારોને ખુબજ મહત્વ અપાયું છે,દર પાંચ વર્ષે આવતી ચૂંટણીમાં મતદારો પોતાનો પવિત્ર મત આપીને યોગ્ય ઉમેદવારને ચૂંટીને સરકારની રચના માં સહભાગી બને છે,ત્યારે આગામી લોકસભામાંની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવામાં આળસ ન કરે લોકો બુથ પર જઈને વધુમાં વધુ મતદાન કરે 100% મતદાન કરે એ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મોરબી જિલ્લા ટીમ દ્વારા એક બેઠક કરવામાં આવી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે,બુજુર્ગ મતદારો મતદાનથી વંચિત ન રહે એ માટે બીએલઓ મારફત વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે,એવી જ રીતે શૈક્ષિક મહાસંઘે મતદાતા જાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલી પત્રિકા ભારત+ રાષ્ટ્ર+ વિધાતા=મતદાતા, હું સશક્ત, સતર્ક,જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ,મારો વોટ મારો અવાજ,રાષ્ટ્રહિતમાં 100% મતદાન જેવા સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત મતદાન કરવા જતી વખતે સાથે રાખવાના દસ્તાવેજો જેવી તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મતદાતા જાગૃતિ માટૅની 4000 જેટલી પત્રિકાઓ અને સ્ટીકરનું વિતરણ મતદારોને હાથોહાથ અર્પણ કરવા માટે મિટિંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ તાલુકાના કાર્યકર્તાઓને પત્રિકા અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું. અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કિરણ ઝવેરીને મતદાતા જાગૃતિ પત્રિકા અને સ્ટીકર અર્પણ કરી જાગરણ પર્વ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જાણકારી અપાઈ.