સામાજિક સમરસતા નું ઉત્તમ કાર્ય મોરબીમાં જોવા મળ્યું વાલ્મિકી સમાજના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા અ.સૌ.ભાનુબેન રાજુભાઈ પરમારની લાડકવાયી પુત્રી ચિ. ભુમિબેન ના લગ્ન તા.૧૨/૧૪ એપ્રિલ ૨૦૨૪ ના યોજાયા.
આ શુભ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવારના મહેન્દ્રભાઈ જેઓ વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણી છે તથા તેમના માતા ધનીબેન,અશ્વિનભાઈ, અ.સૌ. જોસનાબેન , અ.સૌ.વૈશાલીબેન એમ સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ચિ. ભુમિબેન નું મામેરું (મોસાળું) ભરવામાં આવેલ.
આ શુભ અવસરે રાજુભાઈ પરમાર ના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.