મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૧૬ વર્ષ પહેલા કાર અકસ્માતમાં અકાળે અવસાન થતાં તેમની સ્મૃતિને જાળવી ગરીબ દર્દીઓને ફ્રી સારવાર આપવાના તેઓના વિચારને આકાર આપવા મોરબી ખાતે સર્વ રોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો મેડિકલ કેમ્પ યોજાયો હતો. તેમાં વિવિધ રોગોના ૨૨૪ દર્દીઓએ લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં જનરલફીઝીશયન,ઓર્થોપેડિક સર્જન, કાન,નાક, ગળાના નિષ્ણાંત, આંખના સર્જન, ડેન્ટલ સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત જેવી વિવિધ ફેકલ્ટીના તજજ્ઞ ડૉક્ટરોએ સેવા આપી હતી.
આ મેડિકલ કેમ્પના આયોજક ડૉ. ભાવિન ગામી અને સન્ની બ્રિજેશ મેરજા સહિત ડૉ. પ્રશાંત મેરજાફાઉન્ડેશનની સમગ્ર ટીમે દર્દીઓની ખડે પગે સેવા કરી હતી. મોરબીના વિવિધ ક્ષેત્રના અને વિવિધ સમાજના રાજકીય અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ, શૈક્ષણિક અગ્રણીઓ, ઉધ્યોગકારો વિગેરે એ આ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ ડૉ. પ્રશાંત મેરજાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ મેડિકલ કેમ્પ ડૉ. ભાવિન ગામીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો જેમાં
ડૉ. હિતેષ કણઝારીયા, ડૉ. અક્ષય જાકાસણીયા, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. કિશન બોપલિયા,ડૉ. ભાવેશ શેરસીયા, ડૉ. મેહુલ પનારા તેમજ ડૉ. તૃપ્તિ સાવરીયાએ સેવા આપી હતી, જેનો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ખરા હ્રદયથી આભાર માન્યો હતો તેમજ આ મેડિકલ કેમ્પની મુલાકાત લેનાર સૌ અગ્રણીઓ પરત્વે પણ અહોભાવ વ્યક્ત કર્યો હતો.