સ્મશાનમાં અનોખો લગ્ન સમારોહ યોજાયો

સ્મશાનમાં જાન પક્ષનો ઉતારો, કાળા કપડા, ઊંધા ફેરા, મુર્હુત-ચોઘડીયાને ફગાવી, બંધારણના શપથ ગ્રહણ કરી લગ્ન સમારોહ સંપન્ન

કુરિવાજો, અંધશ્રદ્ધાને તિલાંજલિ આપી અનોખો લગ્ન સમારોહ. સદીઓ જુની માન્યતા, પરંપરાને દફનાવી લગ્ન સમારોહ યોજાયો. કર્મકાંડ-ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ-બરબાદી મળી છે… જાથા કાળી સાડી, કાળા કપડા પહેરી જાનૈયાઓનું સ્વાગત થયું. ભૂત-પ્રેતનું સરઘસ, ફૂલેકાએ લોકોને જોવા મજબુર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી રામોદમાં ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો. વિજ્ઞાન જાથાને દેશભરમાંથી શુભેચ્છા પાઠવવામાં આવી.

રાજકોટ : રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામના સ્મશાનમાં જાન પક્ષને ઉતારો આપી, કાળા કપડામાં સ્વાગત કરી ભૂત-પ્રેતનું સરઘસ, મશાલ, માન્યતા- પરંપરાનું ખંડન કરી, કાળ ચોઘડીયામાં ઊંધા ફેરા, બંધારણના શપથ સાથે લગ્ન સમારોહ સફળતાથી સંપન્ન થયો હતો. ફુલેકુ, કાળી સાડીમાં કન્યા, ભૂત-પ્રેત જોવા ગામ આખું ઉમટી પડયું હતું. નવતર લગ્નને વધાવી ચોમેર પ્રશંસા કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. વિજ્ઞાન જાથાના આયોજનને દેશભરમાંથી પ્રશંસા મળી હતી.

અનોખા લગ્ન સમારોહમાં રામોદ ગામની કન્યા પાયલ તેના પિતા મનસુખ ગોવિંદ રાઠોડે કુરિવાજ, અંધશ્રદ્ધાને ફગાવા નવતર લગ્ન સમારોહ સ્મશાનમાં યોજયો હતો. વરરાજા જયેશની જાન મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા ઉંમરકોટડાથી નીકળી સ્મશાનના ઉતારામાં પહોંચી હતી. જયાં કન્યા-માતા, કાળા વસ્ત્રમાં પરિધાન સગા-સંબંધીઓએ સ્વાગત કરી ભૂત-પ્રેતના મંડપમાં સ્થાન આપ્યું હતું. રાજકોટ, અમરેલી, જુનાગઢ, મોરબી જિલ્લામાંથી જાગૃતો અનોખો લગ્ન સમારોહ જોવા ઉમટી પડયા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ સાથે ફુલેકામાં જોડાયા હતા. મશાલ, ભૂત-પ્રેતનું સરઘસ, સપ્તપદીને બદલે બંધારણના સોગંદ, કાળ ચોઘડીયામાં ઊંધા ફેરા, સમજણપૂર્વકના લગ્ન, તમામ જુના-રદ્દી રિવાજોને નેસ્તનાબુદ કરી ચોઘડીયાને જમીનદોસ્ત કરી દફનાવી આયોજનને ભારે સફળતા મળી હતી. કૂતુહલવશ લોકો રસ્તામાં ઉભા રહી કાર્યક્રમ જોવા ઉભા રહી કેમેરામાં કેદ કરી ભરપૂર આનંદ લૂંટયો હતો. વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. કર્મકાંડ-ક્રિયાકાંડોને તિલાંજલિ આપી જાથાએ સમાજમાં નવો રાહ બતાવ્યો હતો. વર-કન્યાએ અંધશ્રદ્ધા-જુના રિવાજોને સંપૂર્ણ જાકારો આપ્યો હતો.

વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા તેની ટીમ સવારે ૮ કલાકે રામોદ સ્મશાનમાં પહોંચી વ્યવસ્થા સંભાળી હતી. દિકરીઓએ ભૂત-પ્રેતનું પરિધાન પહેર્યું હતું. અંધશ્રદ્ધા સામે સુત્રોચ્ચાર કર્યા હતા. સ્મશાનમાં માનવ મહેરામણ ઉભું રહીને ભાગીદાર બન્યા હતા. લગ્ન સંબંધી સદીઓથી ચાલી આવતી અંધમાન્યતાને ફગાવી નવતર આયોજનમાં કન્યા – જાન પક્ષના લોકો જોડાયા હતા. અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના રોડની બંને બાજુ લોકો જોવા ઉભા રહી ગયા હતા. વર-કન્યાને શુભેચ્છા પાઠવી હતી. કર્મકાંડને અનુસરવાથી માનવીને બરબાદી મળી છે. ૨૧ મી સદીમાં જાગવાની જરૂર છે. જાથા કાર્યક્રમમાં લકોનો વિશ્વાસ હોય સ્વયંભુ હાજરી આપે છે. જાથા બોલે છે તે પ્રમાણે આચરણ કરે છે. નાત-જાતિ–કોમ, વાદ-વિવાદ, પૂર્વગ્રહોને કોઈ સ્થાન નથી. માણસની ઓળખથી ત્રણ દાયકાથી દેશભરમાં કાર્યક્રમો આપે છે. સકારાત્મક વિચાર મુકે છે. માનવું-ન માનવું તે લોકો નક્કી કરે છે. રામોદ રાઠોડ પરિવારે સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ ગામે ગામથી અભિનંદન મળ્યા હતા. કુદરતના ૩૬૫ દિવસ શુભ જ છે. માનવીએ ચોઘડીયા-મુર્હુત બનાવેલ છે તેને જાકારો આપવો જોઈએ. સમાજ ઉત્થાનના વિચારો-કાર્યોને આવકારવા જોઈએ. વર-કન્યા લગ્ન સમારોહમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. જાથાના ભાનુબેન ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ મનસુખભાઈ, રોમિત રાજદેવ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, બાબરાના સોમાભાઈ બગડા, કિરીટ બગડા, મેંદરડાના જયેશ પરમાર, પ્રવિણભાઈ રાઠોડ, લગ્ન સમારોહની તૈયારીમાં જોડાયા હતા.

રામોદ લગ્ન મંડપમાં માનવ મેદની વચ્ચે ભારતના બંધારણ સાથે વર-કન્યાએ પ્રવેશ કરી, બાબા સાહેબની છબી, લોકશાહીના મૂલ્યોને યાદ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઊંધા ફેરામાં સમાજજીવનના શપથ લઈ ચાર ફેરા ફરવામાં આવ્યા હતા. વિજ્ઞાન સાથે બૌધ્ધ ધર્મ મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. કોટડા સાંગાણી પોલીસ સ્ટાફ બધાની હાજરીમાં પ્રશંસા કરવામાં આવી હતી.

જાથાએ લગ્નના જુના રિવાજો, માન્યતાને કડડભૂસ કરી નવાંગતુક વિચારો અમલમાં મૂકયો હતો. લોકો એક પછી એક લગ્નવિધિ જોવા મજબુર થયા હતા. મંડપમાં વારંવાર જીજ્ઞાસુઓ આવી જતા હતા. સેલ્ફી લેવા આગ્રહ કરતા હતા. અનોખો લગ્ન સમારોહ ઐતિહાસિક સાબિત થયો હતો.

લગ્નની કંટાળાજનક વિધિને દફનાવી દેવામાં આવી હતી. ૨૧ મી સદીમાં ફેરા, સપ્તપદીના જુના વિચારો, શપથ અત્યારે વર-કન્યા અમલમાં મુકી શકે તેમ નથી. ખોટા વચનોને જાકારો આપવામાં આવ્યો હતો. સોગંદ તો ખોટા લેવામાં આવે છે તે પ્રમાણે સંસાર ચાલી ન શકે. દંભને તિલાંજલિ આપવામાં આવી હતી. વાસ્તવિક લગ્ન સમારોહ જાથાને અનુરૂપ યોજાયો હતો. પ્રતિજ્ઞા-શપથ વર્તમાનમાં અભિશાપ છે તેને દેશવટો આપવાની જરૂર છે. મંડપમાં પગરખા ઉતારવા જેવા અવૈજ્ઞાનિક માનસને જાકારો આપવામાં આવ્યો હતો. ચાંદલા વિધિને ફેંકી દેવામાં આવી હતી.

જાથાની વિચારધારા મુજબ ૬૦ મિનિટ કે તેનાથી ઓછા સમયમાં વિધિ સંપન્ન થઈ જવી જોઈએ. કંટાળાજનક વિધિઓનો દેશ નિકાલ કરવો જોઈએ. વિધિઓ, માન્યતા, પરંપરાથી મનદુઃખ, ઉશ્કેરાટ ઉભો થાય તેને દેશવટો આપીએ. આધુનિક વિજ્ઞાન લગ્ન યોજવા જોઈએ. રામોદ સ્મશાનમાં ફુલેકા, મશાલ સરઘસ અને લગ્ન મંડપના તમામ આયોજનોને જબરદસ્ત સફળતા મળી હતી. કોઈપણ ધાર્મિક વિધિ, માનતા, પ્રાર્થના-પૂજા, હોમ-હવન વગર લગ્ન સમારોહ આનંદ ઉલ્લાસનો સાબિત થયો હતો. લોકોને અનુભવે સારુ લાગે તો અમલ કરવા જાથા અપીલ કરે છે.

કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જાડેજા, પોલીસ સ્ટાફના દશરથસિંહ ઝાલા, સોનલબેન ખોડાભાઈ, વિશાલભાઈ ધીરજલાલ, રાજુભાઈ જોષી, રમેશભાઈ મેરામભાઈ, સંજયભાઈ પાતાણી, પોલીસ જીપ્સી સાથે બંદોબસ્ત જાળવ્યો હતો.

પરિવારના ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખ ગોવિંદભાઈ, સુરેશભાઈ, જેન્તીભાઈ રાઠોડ, અંકિત મનસુખભાઈ, હિરેન સુરેશભાઈ, ગામના મિત્ર મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.

જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, દિનેશભાઈ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, ભાનુબેન ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ સહિત સ્થાનિક કાર્યકરોએ તૈયારીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. રાઠોડ પરિવારે તમામનું અભિવાદન કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા.