મોરબીના વાવડી ગામે આવેલ સ્વામિનારાયણ પાર્ક, શક્તિધામ મંદિરની બાજુમાં આવતીકાલે તા.20 એપ્રિલને શનિવારના રોજ સાંજે 5 કલાકે રામામંડળનું સામૈયું તથા રાત્રે 8:30 કલાકે હડમતિયાનું પ્રખ્યાત નેજાધારી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે.
આ પ્રસંગે સહુ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા સમસ્ત સ્વામિનારાયણ પાર્ક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.