મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું આ વર્ષે યજ્ઞમાં યજમાન પદે યજમાન રમેશચંદ્ર (ભીખાભાઇ) શાંતિલાલ ભટ્ટ, તેજશભાઇ ભટ્ટ અને મોન્ટુભાઈ ભટ્ટ અને તેના પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું અને યજ્ઞમાં આહુતિ આપી હતી
ત્યારે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો હાજર રહ્યા હતા અને યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ તેજસભાઈ ભટ્ટ સહિતના ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી તેમજ પ્રવીણભાઈ લાભશંકર ભટ્ટ તરફથી તેમનાં માતા-પિતા સ્વ. વિજ્યાબેન લાભશંકર ભટ્ટ તથા સ્વ. લાભશંકર મહાદેવભાઇ ભટ્ટ ના સ્મર્ણાર્થે મોડપર મંદીર મુકામે પહેલા માળે હોલ બનાવીને મચ્છુકાંઠા મોડપરીયા ભટ્ટ પરિવારને અર્પણ કરવામાં આવેલ છે
આ ધાર્મિક કાર્યમાં બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ, દર્શનભાઈ ભટ્ટ, કપિલભાઈ ભટ્ટ (અમદાવાદ), હિતેષભાઈ બી. ભટ્ટ (મુંબઈ), અનંતરાય ભટ્ટ, રાજુભાઇ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ (પીઆઇ એસઓજી સુરેન્દ્રનગર) દિનેશભાઇ ભટ્ટ, મહેશભાઇ આર. ભટ્ટ, મનીષભાઈ પી. ભટ્ટ, (પાલિતાણા), પત્રકાર જિજ્ઞેશભાઈ ભટ્ટ (સાંજ સમાચાર, મોરબી ટુડે) અને પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ (ઝી ૨૪ કલાક-મોરબી) સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી