મોરબીના કન્યા છાત્રાલય રોડ, સરદારનગરની સામે નવનિર્મિત બનેલ ધર્મવિજય રેસીડેન્સીમાં “ધર્મ બાલાજી” મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ દિવસે હનુમાનજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે બીજા દિવસે મંત્રોચ્ચાર સાથે યજ્ઞ હવન કરી શુભ મુહૂર્તમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ બે દિવસીય કાર્યક્રમમાં રેસીડેન્સીના તમામ ભાવિક ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયા હતા. સોસાયટીના તમામ રહીશો માટે બપોરે ફળાહાર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ખૂબ જ ધામધૂમથી હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે રવિભાઈ કવાડિયાએ લાભ લીધો હતો. આ પ્રસંગે નકલંક મંદિર બગથળાના મહંતશ્રી દામજી ભગતે હાજરી આપી આશીર્વચન આપ્યા હતા. કથાના શાસ્ત્રી તરીકે અરુણભાઈ રાવલ જોડાયા હતા. અંતે દાતાશ્રી તેમજ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તમામ કાર્યક્રમને અશોકભાઈ કાંજીયા, રાજેશભાઈ જેતપરીયા, વિજય અમૃતિયા, ધવલ ઢોલરીયા, રમણીક વડગાસિયા, ધર્મેશ ધુમલીયા, સંજય ફુલતરીયા, મિલન સીણોજીયા તેમજ રેસીડેન્સીના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળતા પૂર્વક આયોજન કર્યું હતું. જે બદલ અશોકભાઈ કાંજીયા દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો.