તારીખ 25/04/2024 ના રોજ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં દર વર્ષે ની જેમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થતા શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વક્તવ્ય થયા હતા અને નાના સાંસ્ક્રુતિક કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાળકો અન્ય શાળા સારું એવું ભણી આગળ વધે અને શાળા નું અને તેમના માતાપિતા નું નામ રોશન કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી
ચેતનકુમાર વનાળિયા નું કહેવું છે કે આ સમારંભ ને વિદાય સમારંભ ને બદલે શુભેચ્છા સમારંભ કહીએ તો સોનામાં સુગંધ ભળી જાય આ બાળકોને ભવિષ્ય માટે ફોલ્ડર ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અંત માં આચાર્ય શ્રી શૈલેશ દ્વારા કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી