ગુજરાતભરમાં હાર્ટ એટેકના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે મોરબીમાં પણ ઘણા હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. જેમાં ટંકારામાં યુવાન રાત્રે સૂતા બાદ સવારે ન ઉઠતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ ટંકારાના વાધગઢ ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા નામનો યુવાન રાત્રે સુતા બાદ સવારમાં ઉઠેલ નહોતો. જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠેલ નહી જેથી ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તપાસ અધિકારી આઈ ટી જામ સાથે વાત ચિત દરમિયાન જણાવ્યું હતું કે દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.