મોરબી-કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો આવતીકાલે તા.30ના રોજ મોરબીમાં કાર-બાઇક રોડ શોનું આયોજન તથા મુખ્ય બજારના વેપારીઓ દ્વારા સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોડ શોમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તથા ભાજપના હોદેદારો જોડાશે. રોડ શો આવતીકાલે સવારે 9 કલાકે મધ્યસ્થ કાર્યાલય જીઆઇડીસીથી શરૂ થઈ નવા બસસ્ટેન્ડ, સરદારબાગ, રામ ચોક, ખોજાખાના શેરી, જુનુ બસ સ્ટેન્ડ, નવા ડેલા રોડ, વિજય ટોકીઝ, ગાંધી ચોક, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણ બાગ, નહેરૂ ગેટ, ગ્રીન ચોક, દરબારગઢ ખાતે પુર્ણ થશે.