મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં દબદબો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP – 2023) નું યુનિવર્સીટીનું ઓલઓવર 56% રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજનું બી. કોમ. સેમેસ્ટર 1 નું ઓવરઓલ 97% જેટલું માતબર રીઝલ્ટ મેળવીને તથા English Medium નું 100% રીઝલ્ટ મેળવીને બી. કોમ. કોર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા મોરબી જિલ્લાકક્ષાએ કોમર્સ/મેનેજમેન્ટ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં 10 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ, ડિપ્લી, કન્સેપ્ટ ક્લિયર તથા પ્રેક્ટીકલ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી અને નામાંકિત કોમર્સ/મેનેજમેન્ટ કોલેજ તરીકે ઉભરી આવી છે.

બી. કોમ. સેમેસ્ટર 1 માં પ્રથમ નંબરે પરમાર ઉર્મિલા રમેશભાઈ 503/550 (91.45%), બીજા નંબરે ગઢિયા નેન્સી શામજીભાઈ 498/550 (90.55%), ત્રીજા નંબરે ભોરણિયા જોન્સી જીતેન્દ્રભાઈ અને ઝાલા નીલાક્ષીબા હરપાલસિંહ 496/550 (90.18%), ચોથા નંબરે પરમાર કાજલ નરેન્દ્રભાઇ 495/550 (90%), પાંચમા નંબરે શાહમદાર સાનિયા સલીમશા 493/550 (89.64%) માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.

બી. કોમ. સેમેસ્ટર 1 માં Business Accounting વિષયમાં 3 સ્ટુડન્ટ્સએ 100 માંથી 99 માર્કસ મેળવી સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કુલ 273 સ્ટુડન્ટ્સમાંથી 265 સ્ટુડન્ટ્સએ એટલે કે 97% સ્ટુડન્ટ્સએ ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત કર્યો છે.

સર્વે વિધાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.