પેન્શનરોએ ૩૧ જુલાઈ સુધીમાં હયાતિની ખરાઇ કરાવી લેવા અનુરોધ

રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ૨૦૨૪ માસમાં કરાવવાની રહે છે. જે મુજબ જિલ્લા તિજોરી કચેરીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેન્કને મોકલી આપવામાં આવેલ છે.

પેન્શનરો જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોઇ તે બેન્કમાં જઇ તા. ૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવા મોરબી જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.