મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે લોકસભા ચૂંટણી – 2024 ના સંદર્ભે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત માસ મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું.
જેથી લોકોમાં મતદાનનું મહત્વ સમજાય અને સો ટકા મતદાન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એચ.ઓ પ્રતીક ફુલતરીયા, એમ.પી.એચ.ડબલ્યુ. કૃણાલ ઠાકર, એફએચડબલ્યુ ભાવનાબેન જોગિયા તેમજ આશા બહેનો અને આંગણવાડી કાર્યકર દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.